સત્તાવીસ ગામ કડવા પાટીદાર સમાજ સોપાન
સમાજની જરૂરીયાતમાંથી “ સમુહલગ્નોસ્તવ ” નો ઉદ્દભવ થયો તા.૨૮/૦૧/૨૦૦૭ ના રોજ સમાજનો પ્રથમ સમુહલગ્નોસ્તવ યોજાયો જેમાં સમાજટ્રસ્ટ ના હોદેદારશ્રીઓ, દાતાશ્રીઓ અને સભ્યશ્રીઓ નું ખુબજ મોટું યોગદાન રહેલ છે.પ્રથમ સમુહલગ્નોસ્તવે સમાજની એકસુત્રતાનો આગવો સંદેશ સમાજના ઘર-ઘર સુધી પહોચાડ્યો જેના ફળસ્વરૂપે અત્યાર સુધી સમાજના ૧૫ સમુહલગ્નોસ્તવ ધામધૂમપૂર્વક યોજવામાં આવેલ છે.
સમાજની એકતાના ફળસ્વરૂપે ગતિવિધિ તેજ થઈ અને સમાજ ટ્રસ્ટના નેતૃત્વમાં સમાજ ભવન નું બાંધકામ કરવામાં આવ્યું
- સત્તાવીસ સમાજના ગ્રામ્ય કક્ષાએ અભ્યાસ કરતાં વિધાર્થીઓને પ્રોત્સાહન પુરુ પાડવા માટે તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો કાર્યકૂમ ૨૦૧૨ થી શરૂ કરવામાં આવ્યો .
- સમાજના યુવાધનને સરકારી નોકરી મેળવવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની સફળતામાં મદદરૂપ થવા માટે સમાજભવનમાં સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો ૨૦૧૩ થી શરૂ કરવામાં આવ્યા જેના ફળસ્વરૂપે સમાજના ઘણા બધા દિકરા-દિકરીઓએ સરકારી નોકરી મેળવેલ છે.
- સમાજના પરિવારજનોને આર્થિકરૂપે મદદરૂપ થવાના ઉદ્દેશ સહ સમાજની ક્રેડિટ સોસાયટી ની સ્થાપના ૨૦૧૪ માં કરવામાં આવી હાલમાં ધી સત્તાવીસ સમાજ કો. ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી, વિજાપુર કાર્યરત છે.
- સમાજ સંકુલના વિકાસ માટે અને નવીન જમીન ખરીદ કરવા માટે નાણાંની જરૂરીયાત પરિપૂર્ણ કરવા માટે ભૂમિદાન પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો જેના ફળસ્વરૂપે સમાજના વિર ભામાશા સમાન દાતાઓના સહકાર મળી રહેલ છે."
- સમાજ સંકુલના વિકાસ માટે નવિન જમીન ખરીદી સમાજ સંકુલનો વિકાસ કરવાનું આયોજન થઈ રહ્યું છે.
- સમાજના પરિવારજનો ને નાના મોટા સામાજીક પ્રસંગો માટે રસોઈ બનાવાવની જરૂરીયાત પરીપૂર્ણ કરવાના ઉદેશથી અન્નપૂર્ણા ભવન નું બાંધકામ ૨૦૧૯-૨૦ કરવામાં આવ્યું અને “ટ્યુબવેલ (બોર)” બનાવવામાં આવ્યો.
- સમાજના પરિવારની માહિતી એકત્ર કરી તમામ સમાજ બંધુઓની પરિવારજનોની તમામ માહિતી એકત્રીકરણ કરવા માટે સમાજની વેબસાઇટ –૨૦૧૫ માં શરૂકરવામાં આવેલ જેમાં જરૂરી ફેરફાર સહ હાલમાં નવિન સ્વરૂપે વેબસાઇટ કાર્યરત કરવા જઈ રહ્યા છીએ
- હાલમાં શ્રી સત્તાવીસ ગામ કડવા પાટીદાર સમાજ સેવા કેળવણી ટ્રસ્ટ ,રણછોડપુરા ના નેજા “સમાજ સંવર્ધન યોજના ” અંતર્ગત વિવિધ યોજનાઓ હેઠળ સમાજ વિકાસ માટે “ સમાજ સંવર્ધન યોજના ” અમલમાં મુકી સમાજનો અવિરત વિકાસ કરવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.અને સત્તાવીસ સમાજની આગવી ઓળખ ઊભી કરવા માટે ટ્રસ્ટના હોદેદારશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ અને સમાજના સૌ પરિવારજનો કટીબધ્ધ છે.