સત્તાવીસ ગામ કડવા પાટીદાર સમાજ સોપાન

ગુજરાતના મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સાબરમતી નદીના કાંઠે વસવાટ કરતા ૨૭ ગામોનો કડવા પાટીદાર સમાજ કાંઠા વિસ્તારના હુલામણા નામથી પ્રચલિત થયેલ છે.આપણો સમાજ વર્ષોથી સામાજિક ન્યાયની પ્રક્રિયા દ્વ્રારા સમાજમાં શિસ્ત અને મર્યાદાઓ સ્થાપવાની પ્રક્રિયા કરી રહ્યો છે. જેમાં આપણા વડીલોનો અમુલ્ય ફાળો અને યોગદાન રહેલ છે.”પરિવર્તન એજ સંસારચક્રનો નિયમ છે” જેમ જેમ સમયની કળવટ બદલાય તેમ સમાજે પણ તેની સાથે કદમ મીલાવવા જરૂરી છે. જેથી બદલાતા સમયની સાથે સમાજની આર્થિક પરિસ્થિતી અને શિક્ષણની જરૂરીયાત મુજબ સમાજની કાર્યપધ્ધતિઓ પણ બદલવાની ફરજ પડી જેના ભાગ રૂપે આપણા સમાજે શ્રી સત્તાવીસ ગામ કડવા પાટીદાર સમાજ સેવા કેળવણી ટ્રસ્ટ ની રચના કરી ટ્રસ્ટના નેજા હેઠળ સમાજ ઉત્કર્ષ માટે ની અનેકવિધ પ્રવૃતિઓ દ્વારા સમાજને દિશા આપવાનો પ્રયાસ કરેલ છે.

સમાજની જરૂરીયાતમાંથી “ સમુહલગ્નોસ્તવ ” નો ઉદ્દભવ થયો તા.૨૮/૦૧/૨૦૦૭ ના રોજ સમાજનો પ્રથમ સમુહલગ્નોસ્તવ યોજાયો જેમાં સમાજટ્રસ્ટ ના હોદેદારશ્રીઓ, દાતાશ્રીઓ અને સભ્યશ્રીઓ નું ખુબજ મોટું યોગદાન રહેલ છે.પ્રથમ સમુહલગ્નોસ્તવે સમાજની એકસુત્રતાનો આગવો સંદેશ સમાજના ઘર-ઘર સુધી પહોચાડ્યો જેના ફળસ્વરૂપે અત્યાર સુધી સમાજના ૧૫ સમુહલગ્નોસ્તવ ધામધૂમપૂર્વક યોજવામાં આવેલ છે.

News
News
  • 01. સમાજની વેબસાઈટની ડિરેક્ટરીમાં જે કુટંબના નામ બાકી હોય તેઓ એ ફોર્મ ભરીને સમાજની ઓફિસ પર મોકલવા.
  • 02. તમામ આજીવન ટ્રસ્ટીઓ અને તમામ આજીવન સભ્યશ્રીઓને જણાવવાનું કે શ્રી સત્તાવીસ ગામ કડવા પાટીદાર સમાજ સેવા કેળવણી ટ્રસ્ટ, રણછોડપુરાની સામાન્ય સભા (જનરલ સભા) તા.૧૮ - ૧૦ - ૨૦૨૨ ને મંગળવારના રોજ રણછોડપુરા ભવન ખાતે સાંજે ૪:00 કલાકે પ્રમુખશ્રી સુરેશભાઈ ડી. પટેલ ના અધ્યક્ષ સ્થાને નીચેના સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે. તો અચૂક હાજર રહેવા વિનંતી છે.
  • 02. નિમંત્રણ પત્રિકા - ૧૬ મો સમૂહ લગ્નોત્સવ
  • 03. ૧૬ મો સમૂહ લગ્નોત્સવ તા.૫/૦૨/૨૦૨૩ ના રોજ યોજાશે.
Events
Events

Business Contact

Fashion
01. Fashion
Real Esate
02. Real Esate
Food
03. Food
Transport
04. Transport
Finace
05. Finace
Health
06. Health

Donate to Samaj By Giving Advertise Here